ખેડામાં યોજાયેલા રાજ્યકક્ષાના 69-મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં ડાંગના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સાપુતારાના જિલ્લા સ્તર રમતગમત સંકુલ – DLSSના ખેલાડી અને સાપુતારા સાંદિપનીમાં ભણતા ડાંગના રિન્કલ વસાવાએ 800 મિટર સ્પર્ધામાં રાજ્યમાં પહેલો ક્રમાંક મેળવી સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હવે તેઓ હરિયાણા ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ જ રીતે રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધામાં D.L.S.S. સાપુતારાના ખેલાડી રવિ સંજય સાપ્તા અને હેતલ દળવી-એ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તેમજ કિરણ ભીલ પણ 620 સ્કૉર મેળવીને રાષ્ટ્રીય ટીમમાં પસદંગી પામ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 7:56 પી એમ(PM)
ખેડામાં યોજાયેલી રાજ્યકક્ષાના ભારતીય શાળાકીય રમતોત્સવમાં ડાંગના ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન