ડિસેમ્બર 7, 2025 9:30 એ એમ (AM)

printer

ખાસ મતદાર સુધારણ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ગણતરીની 98.19 ટકા કામગીરી સંપન્ન

રાજ્યભરની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીની ખાસ સઘન સુધારા –SIR ગણતરીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ છે.આ સાથે રાજ્યભરમાં ગણતરીની 98.19 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. જ્યારે 80 બેઠકો પર 99 ટકાથી વધુ કામગીરી થઈ ચૂકી છે.સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વિજયનગર પોશિના અને હિંમતનગર તાલુકામાં 99.80 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું નાયબ ચૂંટણી અધિકારી રાજેશ કુમાર ચૌહાણે જણાવ્યુ હતું.દરમ્યાન પાટણ જિલ્લામાં SIRની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ છે. આ સાથે ડાંગ બાદ પાટણ જિલ્લો SIRની કામગીરીમાં બીજા નંબરે રહ્યો છે. જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે કુલ 12 લાખ 19 હજાર 104 મતદારોને 100 ટકા ફોર્મ વિતરણ કર્યા બાદ ડિઝીટાઈઝેશનની કામગીરી પણ પુર્ણ થઈ છે.છોટાઉદેપુરના બોડેલી ખાતે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા સંખેડા વિધાનસભા મતદાર વિભાગમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરનાર બી.એલ.ઓ. ને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.