રાજ્યમાં ખાસ મતદાર સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે. જેમાં 17 જિલ્લાઓમાં 100 ટકા કામગીરી થઇ ગઇ છે. જ્યારે 133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઇ ગઇ છે. ગેરહાજર-સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી CEO તથા જિલ્લાસ્તરે વેબસાઈટ પર મુકાઈ ગઇ છે.SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી રહી છે જે હવે પૂર્ણતના આરે છે. ગણતરીના તબક્કામાં રાજ્યના 17 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે.જિલ્લાવાર કામગીરીમાં અમદાવાદ જિલ્લામાં 99.93 મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાની કુલ 21 વિધાનસભા મતવિભાગના તમામ બૂથ દીઠ BLA-BLOની મિટિંગ યોજીને માર્ગદર્શન અપાયું હતું.પંચમહાલ જિલ્લામાં પણ SIR અંતર્ગત 99.98 ટકા ડિજિટાઈઝેશનનું કામ પૂર્ણ કરાયું છે. જેમાં 50 હજારથી વધુ મતદારોનાં મૃત્યુ, 12 હજારથી વધુ મતદારો ગેરહાજર અને 53 હજારથી વધુ મતદારો સ્થળાંતર થયા હોવાનું નોંધાયું હતું.
Site Admin | ડિસેમ્બર 10, 2025 10:27 એ એમ (AM)
ખાસ મતદાર સુધારણા ઝુંબેશ અંતર્ગત 133 વિધાનસભા મતવિસ્તારમાં ફોર્મ ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન