સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. કુલ છ વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા અને થરાદ, દાહોદની લીમખેડા અને રાજકોટની ધોરાજી અને જસદણ તથા આણંદની ખંભાત બેઠકનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં 94.11 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે.
Site Admin | ડિસેમ્બર 4, 2025 9:24 એ એમ (AM)
ખાસ મતદાર સુધારણા ઝુંબેશમાં 94.11 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે.. મુખ્ય નિર્વાચન અધિકારીનો માન્ય રાજકિય પક્ષોને વધુ બીએલએ મૂકવા અનુરોધ