ભારતના ચૂંટણીપંચે સત્તાવાર સૂચના બહાર પાડીને મતદાર યાદી સંલગ્ન દાવાઓ અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદાને વધારી 30મી જાન્યુઆરી કરી છે. જેથી હવે મતદારો 30 જાન્યુઆરી, શુક્રવાર સુધી પોતાના દાવા રજૂ કરી શકશે.ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. ત્યારબાદ દાવાઓ અને વાંધાઓ રજૂ કરવા માટેનો આખરી દિવસ 18મી જાન્યુઆરી નિર્ધારીત કરવામાં આવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 20, 2026 9:59 એ એમ (AM)
ખાસ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત મતદાર યાદી સંલગ્ન દાવાઓ અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદાને વધારી 30મી જાન્યુઆરી સુધી કરાઇ