નવેમ્બર 30, 2025 7:33 પી એમ(PM)

printer

ખાસ મતદાર સુધારણા અભિયાનમાં સુરતના મજૂરા વિધાનસભા વિસ્તારમાં બીએલઓની કામગીરીને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી.. બીએલઓએ પણ કામગીરીને દેશ માટે સમર્પણ સમાન ગણાવી

રાજ્યમાં ખાસ મતદાર સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત તમામ વિધાનસભા વિસ્તારમાં આ કામગીરી બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે.. આજે સુરતની મજૂરા વિધાનસભા વિસ્તારમાં એસઆઇઆર અભિયાન હેઠળ ચાલતી કામગીરીના સ્થળની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઇને બીએલઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરીને તેમને આભાર માન્યો હતો.
આ કામગીરી કરનારા બીએલઓએ પણ હર્ષ સંઘવીની આ મુલાકાતને પ્રાત્સાહક ગણાવી હતી.
પોતાના પરિવારમાં શુભ પ્રસંગોને પણ જતો કરીને આ બીએલઓ સતત કામગીરી કરી રહ્યાં છે તેમની કામગીરીને બિરદાવીને હર્ષ સંઘવીએ આ કામગીરી કરનારાઓનો પ્રોત્સાહિત કર્યા હતા.