રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો માટે કાયદાનો મુસદ્દો ઘડવા રાજ્ય સરકારે સમિતિની રચના કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષના વળપણ હેઠળની આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન ક્લાસીસ અંગે મુસદ્દો તૈયાર કરશે. કમિશ્નરશ્રી શાળાઓની કચેરીના નિયામક તેમજ શિક્ષણ વિભાગના નાયબ સચિવ પણ સમિતિના સભ્ય હશે. આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વધુ માહિતી આપી.
Site Admin | સપ્ટેમ્બર 30, 2025 7:59 પી એમ(PM)
ખાનગી ટ્યુશન સંચાલકો માટે કાયદાનો મુસદ્દો ઘડવા રાજ્ય સરકારે સમિતિની રચના કરી
