જૂન 7, 2025 9:40 એ એમ (AM)

printer

ખાદ્ય સુરક્ષા અને તેના મહત્વ વિશે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ૭ જૂને “વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે

સુરક્ષિત ખોરાક એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ખાદ્ય સુરક્ષા અને તેના મહત્વ વિશે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ૭ જૂને “વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.આ વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની થીમ છે-“Science in Action”, જે ખોરાકની સલામતી માટે વિજ્ઞાનની જરૂરિયાત અને મહત્વતા સૂચવે છે.લોકોને આરોગ્યપ્રદ, શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લાં એક વર્ષ દરમિયાન કુલ એક લાખ 28 હજારથી વધુ ફૂડ સેફટી લાયસન્સ અને રજીસ્ટ્રેશન આપવામાં આવ્યા છે.તંત્ર દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારોને ધ્યાને લઇ કુલ વિશેષ ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત, ૧૯૦થી વધુ રેડ કરીને સાડા દસ કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતો ૩૫૧ ટનથી વધુ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થામાં સૌથી વધુ ઘી, મીઠાઈ, માવો, અનાજ તથા અન્ય ખાદ્યપદાર્થનો સમાવેશ થાય છે.“ફૂડ સેફટી એન્ડ્ સ્ટાન્ડતર્ડસ એક્ટ-૨૦૦૬”ના ઉલ્લંઘન બદલ દોષિતોને કુલ છ કરોડ 21 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાદ્ય પદાર્થોની સ્થળ પર જ પ્રાથમિક ચકાસણી થઇ શકે તે માટે તંત્ર દ્વારા રાજ્યભરમાં કુલ ૩૨ “ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ” કાર્યરત છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.