જુલાઇ 23, 2025 3:01 પી એમ(PM)

printer

ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારા પર વધુ કડક કાર્યવાહી કરાશે.

ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારા પર વધુ કડક કાર્યવાહી કરાશે. આ માટે સરકાર ખાદ્ય સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની દંડની જોગવાઇમાં સુધારા કરશે. જે અંતર્ગત હાનિકારક ખોરાક ખાવાથી માનવ મૃત્યુના કિસ્સામાં 7 વર્ષથી આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાના દંડ સુધીની જોગવાઈ કરાશે. અગાઉ કાયદામાં કોઈ લઘુત્તમ સજાની જોગવાઈ ન હતી. કાયદામાં સુધારા માટે સરકારે પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું.