ઓગસ્ટ 6, 2025 10:39 એ એમ (AM)

printer

ખાતર ખેડૂતોને યોગ્ય રીતે પહોંચે તે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી તપાસમાં 17 જેટલી વિસંગતતા જણાતા કાર્યવાહી

ખેડૂતોને યુરિયા ખાતર યોગ્ય રીતે પહોંચે તે કૃષિ વિભાગ દ્વારા રચવામાં આવેલી સમિતિએ કરેલી તપાસમાં કુલ 17 જેટલી વિસંગતતાઓ સામે આવી છે.આ અંગેની સંબધિત એજન્સીને નોટીસ આપીને ૪ ડીલરોના કિસ્સામાં યુરીયાને શંકાસ્પદ અન્ય હેતુ માટે ડાયવર્જન જણાતા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજ્યના રાસાયણિક ખાતરના લાભ ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા હેતુસર સરકાર દ્વારા અભિયાન અતર્ગત રાજ્યના ત્રણ અધિક કલેક્ટરને ૬-૬ જિલ્લાની જવાબદારી સોપીને કૃષિ વિભાગની ૬૪ ટીમો આ કામે ફાળવવામાં આવી છે.આ સમિતિની તપાસ દરમિયાન ૧૮ જિલ્લાઓમાં કુલ ૫૬ વિક્રેતાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી અને વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, આ ટીમો દ્વારા ૫૦૨ જેટલા ખેડૂતો સાથે પરામર્શ કરી તેમાંથી ૭૧ ખેડુતોએ મેળવેલ તમામ જથ્થાની વિગતવાર માહિતી મેળવાઈ છે.