ઓગસ્ટ 4, 2025 9:30 એ એમ (AM)

printer

ખાતરની સંગ્રહખોરી કે કાળાબજારી ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ અધિકારીની નિમણૂંક – ખાતરની ઉપલબ્ધતા માટે કંટ્રોલ રૂમ શરૂ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોનું ૬૧ ટકા જેટલુ વાવેતર પૂર્ણ થતાં ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતરનો જથ્થાનું વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.તેમણે જણાવ્યું ખાતરના વિતરણ વ્યવસ્થાની રાજ્ય કક્ષાએથી દેખરેખ રાખવામાં આવી રહી છે. રાજ્યમાં ખાતરની સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય તેની દેખરેખ માટે વિશેષ અધિકારીની નિમણૂંક પણ કરાઈ છે.કૃષિ મંત્રીએ ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને સંગ્રહખોરી ન કરવા ખાસ અનુરોધ કર્યો છે.