ખરીફ માર્કેટિંગ સિઝન 2024-25 માટે 185 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવશે. નવીદિલ્હીમાં પત્રકારોને સંબોધતા ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ચોખાના મિલમાલિકોની ફરિયાદ નિવારણ માટે ટૂંક સમયમાં એક ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે જેથી તેમને પડતી મુશ્કેલીઓનો તાત્કાલિક નિકાલ કરી શકાય.
તેમણે કહ્યું હતું કે પંજાબમાં, ડાંગરની ખરીદી સત્તાવાર રીતે પહેલી ઓકટોબરે શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 50 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે. તેમણે અનાજ સંગ્રહની અછત અંગેની અફવાઓને પણ નકારી કાઢી હતી. ખાનગી ઉદ્યોગ સાહસિક ગેરંટી યોજના હેઠળ 31 લાખ મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા બનાવવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 28, 2024 2:19 પી એમ(PM)
ખરીફ માર્કેટિંગ સિઝન 2024-25 માટે 185 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવશે
