કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યના 8 લાખ 79 હજારથી વધુ ખેડૂતોએ મગફળી માટે, 66 હજારથી વધુ ખેડૂતોએ સોયાબીન માટે, 5 હજારથી વધુ ખેડૂતોએ અડદ માટે તેમજ એક હજાર 100થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 7:34 પી એમ(PM)
ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા 22 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ.