સંસદે ઓઇલફિલ્ડ્સ ,નિયમન અને વિકાસ સુધારા બિલ, 2024 પસાર કર્યું છે અને તેને લોકસભાએ મંજૂરી આપી છે. આ બિલ ઓઇલફિલ્ડ્સ (નિયમન અને વિકાસ) અધિનિયમ, 1948 માં સુધારો કરાશે. આ સુધારા બિલ ખનિજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે, જેમાં કુદરતી રીતે બનતા હાઇડ્રોકાર્બન, કોલસામાં મિથેન અને શેલ ગેસનો સમાવેશ થાય છે. કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખનિજ તેલમાં કોલસો, અને લિગ્નાઇટ અથવા હિલીયમનો સમાવેશ કરવામાં આવશે નહીં.
Site Admin | માર્ચ 13, 2025 8:44 એ એમ (AM)
ખનિજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરતાં ઓઇલફિલ્ડ્સ સુધારા બિલ સંસદમાં મંજૂર