જાન્યુઆરી 19, 2026 9:43 એ એમ (AM)

printer

ખંભાતના દરિયા કિનારે ઉત્તરાયણની પરંપરાગત રીતે ઉજવણી કરવા રાજ્યભરમાંથી પતંગ રસિયાઓ ઉમટ્યાં

સમગ્ર ગુજરાત રાજ્યમાં એકમાત્ર ખંભાત શહેર એવું છે, જ્યાં પરંપરાગત રીતે ઉતરાયણ, વાસી ઉત્તરાયણ અને દરિયાઈ ઉત્તરાયણ આ રીતે ત્રણ ઉત્તરાયણ ઉજવાય છે. જેમાં ખાસ કરીને ખંભાતના પતંગ બનાવતા કારીગરો અને શ્રમિકો દ્વારા ઉતરાયણ પછીના રવિવારના દિવસે દરિયા કિનારે ઉતરાયણ ઉજવે છે. જેની ગઇકાલે આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સંધ્યા સમયે દરિયાઈ ઉત્તરાયણની વિશિષ્ટ પરંપરા મુજબ દરિયા દેવને પતંગ અર્પણ કરવાની વિધિ પણ આસ્થાપૂર્વક કરવામાં આવી હતી. પતંગ રસિયાઓ ચગાવેલી પતંગ તથા વધેલી દોરી સાથે દરિયામાં પતંગ છોડી આવનારા વર્ષે ફરી દરિયાઈ ઉત્તરાયણ ઉજવવાની તથા વ્યવસાયિક સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.