દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાએ રશિયા-યુક્રેન શાંતિ પ્રયાસો અંગે ચર્ચા કરવા માટે યુરોપિયન નેતાઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપ્રમુખ રામાફોસાએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી, ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને ફિનિશ રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે વાત કરી છે.રાષ્ટ્રપ્રમુખના પ્રવક્તા, વિન્સેન્ટ મેગ્વેનિયાએ માહિતી આપી કે બધી ચર્ચાઓમાં, યુરોપિયન નેતાઓએ પોતાના દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા, સંઘર્ષમાં બંને પક્ષો સાથે જોડાણમાં દક્ષિણ આફ્રિકાની ભૂમિકાની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપ્રમુખ રામાફોસાને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાના હેતુસરના પ્રયાસોને સમર્થન આપવા માટે દ્રઢ પ્રતિબદ્ધતા પ્રદાન કરી હતી.મેગ્વેનિયાએ જણાવ્યું કે રામાફોસા આગામી દિવસોમાં અન્ય યુરોપિયન નેતાઓ સાથે વાત કરશે અને રાષ્ટ્રપ્રમુખએ યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ જાળવી રાખવા માટે તમામ પક્ષોને વિનંતી કરી છે.આ ઘટના અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી અને અન્ય ઘણા યુરોપિયન નેતાઓ સાથે યોજાયેલી બેઠકો બાદ બની છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 9:33 એ એમ (AM)
ક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાએ રશિયા-યુક્રેન શાંતિ પ્રયાસો અંગે ચર્ચા કરવા માટે યુરોપિયન નેતાઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી