ક્ષતીગ્રસ્ત ગંભીરા બ્રિજના એક છેડે લટકી રહેલા ટેન્કરને હવે પોરબંદરની મરીન્સ ઇમર્જન્સી રિસ્પોન્સની ટીમ નીચે ઉતારશે.મહીસાગર નદી પર ગત તારીખ 9મી જુલાઈના રોજ વચ્ચેથી બ્રીજના એક ભાગનો સ્લેબ તૂટી પડવાના કારણે એક ટેન્કર લટકતું રહી ગયું હતું જ્યારે અન્ય આઠ ઉપરાંત વાહનો નીચે નદીમાં ખાબક્યા હતા.જો કે આજે પણ આ ટેન્કર લટકતી હાલતમાં છે તેને ઉતારવા માટે મુખ્યમંત્રીએ આણંદ અને વડોદરા જિલ્લા કલેકટરને સંકલન સાધીને ઉતારવા માટે આદેશ કર્યો હતો. પરંતુ જોખમી પુલ હોવાને કારણે ટેન્કરને સહી સલામત નીચે ઉતારવા માટે આખરે પોરબંદરની મરીન્સ ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમની મદદ માગવામાં આવી હતી જે ટીમે તેનું નિરીક્ષણ કરીને આધુનિક ટેકનોલોજી દ્વારા એક સપ્તાહ દરમિયાન તેને ઉતારી આપવા ખાતરી આપી છે.
Site Admin | ઓગસ્ટ 2, 2025 9:28 એ એમ (AM)
ક્ષતિગ્રસ્ત ગંભીરા બ્રિજના એક છેડે લટકી રહેલા ટેન્કરને હવે પોરબંદરની મરીન્સ ઇમર્જન્સી રિસ્પોન્સની ટીમ નીચે ઉતારશે