આજે ક્વેટામાં બલુચિસ્તાન નેશનલ પાર્ટી ની રેલી નજીક થયેલા એક મોટા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 35 અન્ય ઘાયલ થયા.
મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનના એક અગ્રણી રાજકારણી અને BNP ના સ્થાપક સરદાર અત્તાઉલ્લાહ મેંગલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમના સમાપન પછી તરત જ શાહવાની સ્ટેડિયમ નજીક આ વિસ્ફોટ થયો. બલુચિસ્તાનના આરોગ્ય પ્રધાને મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો BNP નેતા અને તેમના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલામાં નેતાને કોઈ નુકસાન થયું નથી.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 3:00 પી એમ(PM)
ક્વેટામાં બલુચિસ્તાન નેશનલ પાર્ટી ની રેલી નજીક થયેલા વિસ્ફોટમાં 14ના મોત અને 35 ઘાયલ
