ક્રિકેટમાં, વેસ્ટ ઈન્ડિઝે આજે સાંજે નવી દિલ્હીમાં બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે રમતના અંતે પોતાના પહેલા દાવમાં 4 વિકેટે 140 રન બનાવ્યા હતા. અગાઉ, ભારતે યશસ્વી જયસ્વાલ અને ભારતીય કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદીઓની મદદથી 5 વિકેટે 518 રન બનાવીને પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો.
કેપ્ટન શુભમન ગીલ 129 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ સામે રવિન્દ્ર જાડેજાએ 3 અને કુલદીપ યાદવે એક વિકેટ ઝડપી હતી. વેસ્ટઇન્ડિઝ હજુ પણ ભારતથી 378 રનથી પાછળ છે.
Site Admin | ઓક્ટોબર 11, 2025 7:42 પી એમ(PM)
ક્રિકેટમાં, વેસ્ટ ઈન્ડિઝે બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે રમતના અંતે પહેલા દાવમાં 4 વિકેટે 140 રન બનાવ્યા
