ક્રિકેટમાં, યજમાન ઇંગ્લેન્ડ આજે લોર્ડ્સ ખાતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત સામે તેની બીજી ઇનિંગ ફરી શરૂ કરશે.. ઇંગ્લેન્ડે ગઈકાલે મેચ પૂરી થઈ ત્યારે વિના વિકેટે બે રન બનાવ્યા હતા.અગાઉ, ભારત તેની પ્રથમ ઇનિંગમાં 387 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ સાથે તેણે ઇંગ્લેન્ડના પ્રથમ દાવના 387 રનની બરાબરી કરી હતી. કેએલ રાહુલે સદી ફટકારી હતી, જ્યારે રિષભ પંતે 74 અને રવિન્દ્ર જાડેજાએ 72 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે વિદેશમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો નવો વિશ્વ વિક્રમ પણ સ્થાપિત કર્યો હતો. ભારતે આ શ્રેણીમાં અત્યાર સુધીમાં 36 છગ્ગા ફટકારીને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા ભારત સામે 1974-75 માં સ્થાપિત 32 છગ્ગાઓનો વિક્રમ તોડ્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાડા ત્રણ કલાકે શરૂ થશે. પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1ની બરાબરી પર છે.
Site Admin | જુલાઇ 13, 2025 8:39 એ એમ (AM)
ક્રિકેટમાં, લોર્ડ્સ ખાતે શ્રેણીની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતે ઇંગ્લેન્ડનાં 387 રનની બરાબરી કરીઃ બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડનાં વિના વિકેટે બે રન
