ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 30, 2024 7:55 પી એમ(PM) | બોર્ડર-ગાવસ્કર ટ્રોફી

printer

ક્રિકેટમાં, મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી

ક્રિકેટમાં, મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી છે.
340 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારત તેની બીજી ઇનિંગમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 3-3 વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી. પાંચ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે.