જાન્યુઆરી 9, 2026 1:56 પી એમ(PM)

printer

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગ- WPL 2026ની ચોથી સીઝન આજથી શરૂ થશે.

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગ – WPL 2026ની ચોથી સીઝન આજથી શરૂ થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) નવી મુંબઈમાં ડૉ. ડી.વાય. પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
મેચ પહેલા એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે T20 ટુર્નામેન્ટની શરૂઆત થશે. આ ટુર્નામેન્ટ મુંબઈ અને વડોદરા એમ બે સ્થળોએ રમાશે.