ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ભારત પાંચ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે અને શ્રેણી જીતીને દક્ષિણ આફ્રિકા સામે 3-1થી આગળ રહેવાનો પ્રયાસ કરશે. પાંચમી અને અંતિમ મેચ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.
દરમિયાન, ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ બીમારીને કારણે. અક્ષર પટેલની જગ્યાએ લખનૌ અને અમદાવાદમાં બાકીની T20 મેચ માટે શાહબાઝ અહેમદને તેના સ્થાને રમશે.
Site Admin | ડિસેમ્બર 17, 2025 1:47 પી એમ(PM)
ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ચોથો T20 મુકાબલો.