ક્રિકેટમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટી 20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે કોલકતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. મેચ સાંજે સાત વાગે શરૂ થશે.
ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શ્રેણીમાં કારમા પરાજય બાદ ભારતે વ્હાઇટ-બોલ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જેમાં ઈંગ્લેન્ડ સામે પાંચ ટી 20 અને ત્રણ એક દિવસની આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવશે.
સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમમાં મોહમ્મદ શમીનું પુનરાગમન થયું છે. શમી છેલ્લે નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઇનલ મેચમાં
રમ્યા હતા.
બીજી બાજુ, પેસ બોલર માર્ક વુડ ગયા ઓગસ્ટ મહિના બાદ ઈંગ્લેન્ડ માં પુનરાગમન કરી રહ્યા છે. શ્રેણીની બાકીની મેચો ચેન્નાઇ, રાજકોટ, પૂણે અને મુંબઇમાં
રમાશે.
ફાઇનલ મેચ મુંબઇમાં બીજી ફેબ્રુઆરીએ રમાશે. ટી-20 શ્રેણી બાદ 6 ફેબ્રુઆરીથી ત્રણે મેચોની વન-ડે શ્રેણી રમાશે.