જુલાઇ 2, 2025 1:46 પી એમ(PM)

printer

ક્રિકેટમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍન્ડરસન-તેંડુલકર ટ્રૉફી સિરીઝની બીજી ટૅસ્ટ મૅચ આજે બર્મિંઘમમાં શરૂ થશે

ક્રિકેટમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍન્ડરસન-તેંડુલકર ટ્રૉફી સિરીઝની બીજી ટૅસ્ટ મૅચ આજે બર્મિંઘમના એજબેસ્ટનમાં શરૂ થશે. ભારતીય ટીમના સુકાની શુબમન ગિલે આ મૅચ માટે ઝડપી બૉલર જસપ્રીત બુમરાહ ઉપલબ્ધ હોવાની પુષ્ટિ કરી.
જોકે, તેમની મૅચ રમવા અંગે છેલ્લો નિર્ણય ટીમ મૅનેજમેન્ટની બેઠક બાદ કરાશે. જો બુમરાહને આરામ અપાશે તો તેમની જગ્યાએ આકાશદીપને ટીમમાં સામેલ કરી શકાય છે. બીજી તરફ, યજમાન ટીમમાં તમામ 11 ખેલાડી એ જ હશે, જેમણે હૅડિંગ્લે, લીડ્સમાં સિરીઝ પહેલા મૅચમાં પાંચ વિકેટથી જીત મેળવી હતી.