ક્રિકેટમાં, ભારતે આજે દુબઈમાં પુરુષોના અંડર-19 એશિયા કપની પહેલી મેચમાં સંયુક્ત આરબ અમીરાત – UAE ને 234 રનથી હરાવ્યું. 434 રનના લક્ષ્યનો પીછો કરતા યુએઈ 50 ઓવરમાં 7 વિકેટે 199 રન જ બનાવી શક્યું. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રન સૌથી વધુ ૨ વિકેટ ઝડપી શક્યો. અગાઉ, યુએઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 433 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 95 બોલમાં શાનદાર 171 રન બનાવ્યા.
Site Admin | ડિસેમ્બર 12, 2025 7:49 પી એમ(PM)
ક્રિકેટમાં, ભારતે દુબઈમાં પુરુષોની અંડર-19 એશિયા કપની પહેલી મેચમાં સંયુક્ત આરબ અમીરાતને 234 રનથી હરાવ્યું