ક્રિકેટમાં બર્મિંઘમના ઍજબેસ્ટનમાં બીજી ટેસ્ટ મૅચમાં ભારત મજબૂત સ્થિતિમાં છે. ભારતીય ટીમે ઇંગ્લૅન્ડને 608 રનનો લક્ષ્યાંક આપ્યો છે. યજમાન ઇંગ્લૅન્ડે ચોથા દિવસે મૅચ પૂર્ણ થવા સુધીમાં ત્રણ વિકેટે 72 રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડ હજુ ભારતથી 536 રનથી પાછળ છે. ઑલી પૉપ 24 અને હૈરી બ્રૂક 15 રન બનાવીને રમતમાં છે. મૅચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે.
આ અગાઉ ચોથા દિવસે ભારતીય સુકાની શુબમન ગિલે ટેસ્ટ ઇતિહાસમાં ભવ્ય વ્યક્તિગત પ્રદર્શન કર્યું. ગિલે બંને ઇનિંગમાં કુલ 430 રન બનાવ્યા. તેમણે પહેલી ઇનિંગમાં 269 અને બીજી 161 રન બનાવ્યા. ટૅસ્ટ મૅચના ઇતીહાસમાં કોઈ પણ ભારતીય ખેલાડી દ્વારા બીજો સૌથી મોટો કુલ સ્કોર છે. આ પહેલા ગ્રેહામ ગૂચે વર્ષ 1990માં લૉર્ડ્સમાં ભારત સામે 456 રન બનાવ્યા હતા.
Site Admin | જુલાઇ 6, 2025 1:33 પી એમ(PM)
ક્રિકેટમાં બીજી ટેસ્ટ મૅચમાં ભારત મજબૂત સ્થિતિમાં – ભારતીય ટીમ વિજયથી સાત વિકેટ દૂર
