ક્રિકેટમાં, બર્મિંઘમમાં એજબસ્ટન ખાતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી સિરીઝની બીજી ટેસ્ટ ભારત અને ઇંગલેન્ડ વચ્ચે શરૂ.
કેપ્ટન બેન સ્ટોક્સનાં વડપણ હેઠળ ઇંગલેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ટીમ ઇન્ડિયાએ તેની ટીમમાં ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ આકાશદીપને પોતાની પ્રથમ ટેસ્ટ રમશે. શાર્દુલ ઠાકર અને સાઇ સુદર્શનની જગ્યાએ ઓલ-રાઉન્ડર્સ વોશિંગ્ટન સુંદર અને નિતિશ કુમાર રેડ્ડીને સ્થાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં અવસાન પામેલા ઇંગલેન્ડના ભૂતપુર્વ ક્રિકેટર વાયેન લાર્કિન્સનાં માનમાં બંને ટીમો કાંડા પર કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતરી હતી.
પાંચ ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચમાં હેડીંગ્લે, લીડ્સ ખાતે ઇંગલેન્ડે ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું.
Site Admin | જુલાઇ 2, 2025 7:38 પી એમ(PM)
ક્રિકેટમાં, બર્મિંઘમમાં એજબસ્ટન ખાતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી સિરીઝની બીજી ટેસ્ટમાં ઇંગલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
