કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે બીજા દાવમાં 5 વિકેટે 64 રન બનાવ્યા છે. ભારતને પ્રથમ ટેસ્ટ જીતવા 60 રનની જરૂર છે.
અગાઉ, સવારે દક્ષિણ આફ્રિકાએ ગઈકાલના 7 વિકેટે 93 રનના સ્કોરથી પોતાના બીજા દાવની શરૂઆત કરી હતી, અને 153 રનમાં ઓલ આઉટ થયું હતું. ગઈકાલની રમત પછી ભારતીય કેપ્ટન શુભમન ગિલને ગરદનની ઇજાને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ટીમ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે તે નિરીક્ષણ હેઠળ રહેશે અને તેઓ આ મેચમાંથી બહાર થઈ ગયા છે. ગિલની ગેરહાજરીમાં ઉપ-કેપ્ટન ઋષભ પંત ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.
Site Admin | નવેમ્બર 16, 2025 2:05 પી એમ(PM)
ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જીતવા ભારતને 60 રનની જરૂર.