ક્રિકેટમાં, કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે બે ટેસ્ટ ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચના પહેલા દિવસે લંચ સુધીમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટે 105 રન બનાવ્યા હતા. અગાઉ, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ના મહત્વપૂર્ણ પોઈન્ટ સાથે, ભારતનો ઉદ્દેશ ટોચના બે સ્થાનો પર રહેવા અને લોર્ડ્સ ખાતે 2027 WTC ફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેના પ્રયાસને મજબૂત બનાવવાનો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે 144 રન બનાવ્યા છે.
Site Admin | નવેમ્બર 14, 2025 1:30 પી એમ(PM)
ક્રિકેટમાં, કોલકાતામાં બે ટેસ્ટ ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં લંચ સુધીમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાના 105 રન