ભારતે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સુપર ફોર મેચમાં બાંગ્લાદેશને 41 રનથી હરાવીને એશિયા કપ 2025ના ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા જેમાં અભિષેક શર્માએ 75 રન અને હાર્દિક પંડ્યાએ 38 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી સૈફ હસને 69 રન બનાવ્યા. વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહએ બે-બે વિકેટ લીધી. અભિષેક શર્માને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.બાંગ્લાદેશ આજે રાત્રે 8 વાગ્યે દુબઈમાં શરૂ થનારી બીજી સુપર ફોર મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે. વિજેતા ટીમ ફાઇનલમાં ભારતનો સામનો કરશે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 7:46 એ એમ (AM)
ક્રિકેટમાં એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતનો પ્રવેશ