ડિસેમ્બર 2, 2025 7:08 પી એમ(PM)

printer

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ ટી-20 મૅચમાં પંજાબ સામે બરોડાનો સાત વિકેટે વિજય

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ ટી-20 મૅચમાં આજે પંજાબ સામે બરોડાનો સાત વિકેટે વિજય થયો છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 222 રન બનાવ્યા હતા. 223 રનના લક્ષ્યાંકને બરોડાની ટીમે 19 ઓવર અને એક બોલમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા હતા.
અન્ય એક મુકાબલામાં સૌરાષ્ટ્ર સામે ઝારખંડની જીત થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી મૅચમાં ઝારખંડની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતાં 209 રન કર્યા હતા જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ 125 રનમાં ઓલઆઉટ થયું હતું.