નવેમ્બર 28, 2025 3:01 પી એમ(PM)

printer

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે બરોડા અને પુડુચેરીની ટીમ વચ્ચે મૅચ…

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે બરોડા અને પુડુચેરીની ટીમ વચ્ચે મૅચ રમાઈ રહી છે. હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય સ્ટૅડિયમ ખાતે રમાતી મૅચમાં બરોડાએ ટૉસ જીતીને બૉલિંગનો નિર્ણય કર્યો.
પુડુચેરીની ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા છે. ટીમ તરફથી સૌથી વધુ 72 રન સુકાની અમન ખાને કર્યા છે.
હાલમાં મળતા અહેવાલ મુજબ, બરોડાની ટીમે 15 ઑવરમાં 5 વિકેટ ગુમાવી 113 રન બનાવ્યા છે.
અન્ય એક મૅચમાં આજે ગુજરાત અને બૅન્ગાલની ટીમ વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદના આ જ સ્ટૅડિયમમાં સાંજે સાડા ચાર વાગ્યે મૅચ શરૂ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.