ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે ઉત્તરપ્રદેશ અને સૌરાષ્ટ્ર વચ્ચે મૅચ રમાઈ રહી છે. બેંગ્લોરમાં રમાતી મૅચમાં સૌરાષ્ટ્રની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી છે. ઉત્તરપ્રદેશની ટીમે નિર્ધારિત 50 ઑવરમાં આઠ વિકેટ ગુમાવી 310 રન બનાવ્યા છે. ટીમમાંથી સૌથી એક સરખા 88 રન અભિષેક ગોસ્વામી અને સમીર રિઝ્વીએ કર્યા છે. જ્યારે સૌરાષ્ટ્રની ટીમ તરફથી ચેતન સાકરિયાએ ત્રણ, અંકુર પંવાર અને પ્રેરક માંકડે 2-2 તથા પ્રશાંન્ત રાણાએ એક વિકેટ લીધી હતી.
હાલમાં મળતાં અહેવાલ મુજબ, સૌરાષ્ટ્રની ટીમે 12 ઑવરમાં એક વિકેટ ગુમાવી 66 રન કર્યા છે.
Site Admin | જાન્યુઆરી 12, 2026 3:09 પી એમ(PM)
ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે ઉત્તરપ્રદેશ અને સૌરાષ્ટ્ર વચ્ચે મૅચ રમાઈ રહી છે.