જાન્યુઆરી 3, 2026 5:19 પી એમ(PM)

printer

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફીમાં આજે બરોડા અને વિદર્ભ વચ્ચે મૅચ રમાઈ રહી છે.

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફીમાં આજે બરોડા અને વિદર્ભ વચ્ચે મૅચ રમાઈ રહી છે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં વિદર્ભની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી હતી. બરોડાએ નિર્ધારિત 50 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 293 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ 133 રન હાર્દિક પંડ્યાએ કર્યા છે. વિદર્ભ તરફથી સૌથી વધુ ચાર વિકેટ યશ ઠાકુરે લીધી. જ્યારે નચિકેત ભૂતે અને પાર્થ રેખડેએ બે-બે અને પ્રફૂલ હિન્ગેએ એક વિકેટ ઝડપી છે.