ક્રિકેટની વિજય હજારે ટ્રોફી એલિટમાં આજે સર્વિસિસ સામે સૌરાષ્ટ્રનો 111 રને વિજય થયો છે. સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 349 રન કર્યા હતા. ટીમના કપ્તાન હાર્વિક દેસાઇએ શાનદાર સદી ફટકારતા 110 રન બનાવ્યા હતા. 350 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સર્વિસિસની ટીમ 238 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બીજી તરફ બેંગલુરુમાં રમાયેલી મેચમાં ગુજરાતે ઓડિશાને 233 રને હરાવ્યું. 334 રનના લક્ષ્યાંક સામે ઓડિશા માત્ર 100 રનમાં ઓલઆઉટ થયું. અન્ય એક મેચ બરોડા અને જમ્મુ કાશ્મીર વચ્ચે રમાઈ રહી છે જેમાં બરોડાએ જમ્મુ કશ્મીરને 333 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
Site Admin | જાન્યુઆરી 6, 2026 7:07 પી એમ(PM)
ક્રિકેટની વિજય હજારે ટ્રોફી એલિટમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડાનો વિજય