જાન્યુઆરી 6, 2026 3:23 પી એમ(PM)

printer

ક્રિકેટની વિજય હજારે ટ્રોફી એલિટમાં આજે સૌરાષ્ટ્ર અને સર્વિસિસ વચ્ચે મેચ રમાઈ રહી છે.

ક્રિકેટની વિજય હજારે ટ્રોફી એલિટમાં આજે સૌરાષ્ટ્ર અને સર્વિસિસ વચ્ચે મેચ રમાઈ રહી છે. સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 349 રન કર્યા છે. ટીમના કપ્તાન હાર્વિક દેસાઇએ શાનદાર સદી ફટકારતા 110 રન બનાવ્યા હતા.
બીજી તરફ સર્વિસિસના બોલર પુલકિત નારંગે 3 વિકેટ ઝડપી. સર્વિસિસને જીતવા 350 રનનો લક્ષ્યાંક મળ્યો છે. બીજી તરફ બેંગલુરુમાં રમાઈ રહેલી મેચમાં ગુજરાતે ઓડિશાને જીતવા 334 રનનું લક્ષ્ય આપ્યું છે.
ગુજરાતના ચાર ખેલાડીઓએ પચાસ રનથી વધુનો સ્કોર નોંધાવ્યો હતો. રાજકોટમાં રમાઈ રહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં બરોડા 332 રનમાં ઓલઆઉટ થયું છે. પ્રિયાંશુ મોલિયા અને વિષ્ણુ સોલંકી શાનદાર શતક નોંધાવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.