ડિસેમ્બર 1, 2025 3:04 પી એમ(PM)

printer

કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી – KSU-ના અમદાવાદના શિલજ પરિસરમાં નવા અભ્યાસક્રમ શરૂ કરાશે.

કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી – KSU-ના અમદાવાદના શિલજ પરિસરમાં નવા અભ્યાસક્રમ શરૂ કરાશે. આ માટે યુનિવર્સિટીએ અદાણી સ્કિલ્સ ઍન્ડ ઍજ્યુકેશન સાથે લૅટર ઑફ ઇન્ટેન્ટ એટલે કે, ઇરાદાપત્ર પર હસ્તાક્ષર કર્યા. ગાંધીનગરમાં કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ઇરાદાપત્ર સંપન્ન થતાં હવે KSU ખાતે હરિત ઉર્જા, બંદર, લૉજિસ્ટિક્સ અને બાંધકામ જેવા ક્ષેત્રના તાલીમ કાર્યક્રમ શરૂ કરાશે.