માર્ચ 7, 2025 9:41 એ એમ (AM)

printer

કોવિડ-19 દરમિયાન સક્ષમ નેતૃત્વ અને સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ એવોર્ડથી સન્માનિત કરાયા.

બાર્બાડોસ સરકારે કોવિડ-19 રોગચાળા દરમિયાન સક્ષમ નેતૃત્વ અને સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ એવોર્ડથી સન્માનિત કર્યા છે. બ્રિજટાઉનમાં એક સમારોહમાં પ્રધાનમંત્રી મોદી વતી વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ એવોર્ડ સ્વીકાર્યો. શ્રી માર્ગેરિટાએ આ પુરસ્કાર માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેને એક મહાન સન્માન ગણાવ્યું. ગયા વર્ષે 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉનમાં પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત દરમિયાન બાર્બાડોસના પ્રધાનમંત્રી મિયા અમોર મોટલી દ્વારા આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.