એપ્રિલ 18, 2025 8:56 એ એમ (AM)

printer

કોલકાતા વડી અદાલતે મુર્શિદાબાદમાં થયેલી હિંસા દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોની ઓળખ અને પુનર્વસન માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી

કોલકાતા વડી અદાલતે મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોની ઓળખ અને પુનર્વસન માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. અદાલતે કહ્યું કે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવ ઉપરાંત, આ સમિતિમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને પશ્ચિમ બંગાળ માનવ અધિકાર આયોગમાંથી એક-એક સભ્ય હશે. સમિતિએ 15 મે સુધીમાં પોતાનો અહેવાલ સુપરત કરવાનો રહેશે.ન્યાયાધીશ સોમન સેન અને રાજા બાસુ ચૌધરીની ખંડપીઠે બંગાળના મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.