ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 30, 2025 10:15 એ એમ (AM)

printer

કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સ સામે 14 રનથી વિજય મેળવ્યો

IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ આજે સાંજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યે મેચ શરૂ થશે. દરમ્યાન કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સ સામે 14 રનથી વિજય મેળવ્યો. ગઈકાલે રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે 205 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા. ફાફ ડુ પ્લેસિસે 62 રન અને કેપ્ટન અક્ષર પટેલે 43 રન બનાવ્યા.કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નારાયણે ત્રણ વિકેટ અને વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી. અનુકુલ રોય, વૈભવ અરોરા અને આન્દ્રે રસેલે એક-એક વિકેટ લીધી. સુનીલ નારાયણને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પ્રથમ બેટિંગ કરતાં કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી અંગક્રિશ રઘુવંશીએ 44 રન બનાવ્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ