કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશના વિવિધ રાજ્યોમાં તબીબો હડતાળ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નિવાસી ડોકટરો અને અનેક તબીબી વિદ્યાર્થીઓએ આજે દિવસ દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાતમાં આજે ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહ્યા છે.. જો કે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.
મુંબઈમાં સાયન, નાયર અને કૂપર હોસ્પિટલના નિવાસી ડૉક્ટરોના સંગઠને આજે આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બિહારમાં પણ આરોગ્ય સુવિધાઓને ગંભીર રીતે અસર થઈ છે. આરોગ્ય મહાવિદ્યાલય તેમ જ હૉસ્પિટલ પટના , નાલંદા આરોગ્ય મહાવિદ્યાલય, હૉસ્પિટલ અને ઇન્દિરા ગાંધી આરોગ્ય વિજ્ઞાન સંસ્થાન, પટનામાં ઇમરજન્સી અને ઓપીડી સુવિધાઓ બંધ હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 8:15 પી એમ(PM)
કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશના વિવિધ રાજ્યોમાં તબીબો હડતાળ કરી રહ્યા છે
