ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 27, 2024 8:00 પી એમ(PM) | કોલકાતા

printer

કોલકાતાના હાવડા બ્રીજ ખાતે આજે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું

કોલકાતાના હાવડા બ્રીજ ખાતે આજે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજીત નિબન્ના અભિયાન રેલી દરમિયાન હજારોની સંખ્યામા પ્રદર્શનકારીઓએ આર. જી. કર કૉલેજમાં દુષ્કર્મ અને હત્યા મામલે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
પ્રદર્શનકારીઓને વિવિધ સ્થળોએ અટકાવવામાં આવ્યા હતા, કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડનો ભઁગ કર્યો હતો. દરમિયાન પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ, તેમજ વોટર કેનન અને ટીયર ગૅસનો મારો કર્યો હતો. સ્થિતિને જોતા કેટલાક સ્થળોએ બેરિકેડ્સને વેલ્ડિંગ અને સિમેન્ટથી બનાવવામાં આવ્યા હતા.
આ પૂર્વે બંગાળ પોલીસે પરવાનગી નહીં આપવા છતાં પશ્ચિમ બંગા છાત્ર સમાજ અને સંગ્રામી જૂથ મંચ દ્વારા આ રેલીનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થી સંગઠનો મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માગ કરી રહ્યા છે.