કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૩૦ રનથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકાના ૧૨૪ રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારત બીજા દાવમાં ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું. ગઈકાલની રમત દરમિયાન ગરદનની ઈજાને કારણે કેપ્ટન શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થતાં ભારતીય ટીમ ૧૦ ખેલાડીઓ સાથે રમી હતી.
આ પહેલા, દક્ષિણ આફ્રિકાએ ગઈકાલના ૭ વિકેટે ૯૩ રનના સ્કોરથી પોતાનો બીજો દાવ ફરી શરૂ કર્યો અને ૧૫૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું.
દક્ષિણ આફ્રિકાના સાયમન હાર્મરને સૌથી વધુ વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યું.
Site Admin | નવેમ્બર 16, 2025 7:46 પી એમ(PM)
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૩૦ રનથી હરાવ્યું