કોરોના રોગચાળાને પગલે ચાર વર્ષના વિરામ બાદ કૈલાસ માનસરોવરયાત્રા 30મી જૂને ફરી શરૂ થશે. આ યાત્રાઉત્તરાખંડ માર્ગથી થશે. આ યાત્રા ઉત્તરાખંડ સરકાર અને વિદેશ મંત્રાલયની સંયુક્તદેખરેખ હેઠળ યોજાશે.
કુમાઉ મંડળ વિકાસ નિગમ-KMNVને તીર્થયાત્રાનાસંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થશે અને ઉત્તરાખંડનાંપિથૌરાગઢ જિલ્લાના લિપુલેખ પાસ થઈને ચીનમાં પ્રવેશશે. આદ્યાત્મિક રીતે મહત્વપૂર્ણઅને શારિરીક રીતે પડકારજનક આ યાત્રા 22 દિવસની છે.
યાત્રાળુઓને 50 યાત્રાળુઓની એક એવી પાંચ જૂથમાંવહેંચવામાં આવે છે. પ્રથમ જૂથ 10 જુલાઈના રોજ ચીનમાંપ્રવેશશે અને અંતિમ જૂથ 22 ઓગસ્ટના રોજ દિલ્હી પરત ફરશે.
Site Admin | એપ્રિલ 22, 2025 2:03 પી એમ(PM)
કોરોના રોગચાળાને પગલે ચાર વર્ષના વિરામ બાદ કૈલાસ માનસરોવર યાત્રા 30મી જૂને ફરી શરૂ થશે
