કોરોના રોગચાળાના કારણે બંધ કૈલાસ માનસરોવર યાત્રા ચાર વર્ષ બાદ આગામી 30 જૂનથી ફરી શરૂ થશે. આ તીર્થયાત્રા ઉત્તરાખંડ માર્ગથી થઈને જશે. વિદેશ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારના સંયુક્ત દેખરેખ હેઠળ યોજાનારી આ યાત્રાની વ્યવસ્થાની જવાબદારી કુમાઉ મંડળ વિકાસ નિગમ- K.M.V.N.ને સોંપવામાં આવી છે.
આ યાત્રા દિલ્હીથી શરૂ થઈ ચીનમાં પ્રવેશ કરવા પિથૌરાગઢના લિપુલેખ પાસ થઈને આગળ વધશે. આદ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ અને શારિરીક રીતે પડકારજનક આ યાત્રા 22 દિવસની છે. યાત્રાળુઓને 50-50ના પાંચ જૂથમાં વહેંચવામાં આવશે. યાત્રાળુઓનું પહેલું જૂથ ચીનમાં દસ જુલાઈએ પ્રવેશ કરશે. જ્યારે અંતિમ જૂથ 22 ઑગસ્ટે પરત આવશે.
દરમિયાન તીર્થયાત્રીઓ ટનકપુર, ધારચૂલા, ગુન્જી અને નાભિધાંગ ખાતે રોકાશે. યાત્રાળુઓ દિલ્હી પહોંચતા પહેલા બુન્દી, ચૌકોરી અને અલમોડાથી થઈ પસાર થશે. તમામ યાત્રાળુઓના આરોગ્ય અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે ભારત-તિબેટ સરહદ પોલીસ- I.T.B.P.ના સહકારથી પિથૌરાગઢના ગુન્જી અને દિલ્હીમાં આરોગ્યની તપાસ કરાશે.
Site Admin | એપ્રિલ 22, 2025 3:17 પી એમ(PM)
કોરોના રોગચાળાના કારણે બંધ કૈલાસ માનસરોવર યાત્રા ચાર વર્ષ બાદ આગામી 30 જૂનથી ફરી શરૂ થશે.
