કોરિયા ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે. બેડમિન્ટનમાં ભારતીય એચ.એસ.પ્રણોય અને આયુષ શેટ્ટી આ ટુર્નામેન્ટમાં દેશનું નેતૃત્વ કરશે.બીજી મોટી આશા આયુષ શેટ્ટી છે, જે ભારતની સૌથી આશાસ્પદ યુવા પ્રતિભા તરીકે ઉભરી આવ્યા છે. મેંગલોરનો 22 વર્ષીય ખેલાડી આ સિઝનમાં BWF ટાઇટલ જીતનાર એકમાત્ર ભારતીય શટલર છે, જેણે યુએસ ઓપનનો તાજ જીત્યો છે.ભારત ડબલ્સમાં પણ પ્રતિનિધિત્વ કરશે, જેમાં મોહિત જગલાન અને લક્ષિતા જગલાનની મિશ્ર જોડી જાપાનના યુચી શિમોગામી અને સયાકા હોબારા સામે ઓપનિંગ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 9:03 એ એમ (AM)
કોરિયા ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં એચ.એસ.પ્રણોય અને આયુષ શેટ્ટી દેશનું નેતૃત્વ કરશે
