જૂન 1, 2025 1:57 પી એમ(PM)

printer

કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર 24 રૂપિયા સસ્તો થયો, આજથી નવા ભાવ અમલમાં.

કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર 24 રૂપિયા સસ્તો થયો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જ્યારે ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો.