જાન્યુઆરી 14, 2026 9:06 એ એમ (AM)

printer

કોમનવેલ્થ CSPOCના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે

કોમનવેલ્થ CSPOCના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે.ત્રણ દિવસીય આ પરિષદમાં 60થી વધુ કોમનવેલ્થ દેશો અને અર્ધ-સ્વાયત્ત સંસદોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ એકઠા થશે. આ પરિષદનો ઉદ્દેશ્ય વિવિધ સ્વરૂપોમાં સંસદીય લોકશાહીના જ્ઞાન અને સમજને પ્રોત્સાહન આપવાનો અને સંસદીય સંસ્થાઓનો વિકાસ કરવાનો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા આ પરિષદના અધ્યક્ષ છે.આજે પહેલા દિવસે, સ્થાયી સમિતિની બેઠક યોજાશે. 28મા CSPOCના અધ્યક્ષ તરીકે, શ્રી બિરલા CSPOC સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંવિધાન સદનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં પરિષદનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી કોમનવેલ્થ અને સ્વાયત્ત સંસદોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ સાથે અનૌપચારિક વાતચીત પણ કરશે.