કેન્દ્રીય મંત્રીમંડળે આજે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંત્રીમંડળે સંબંધિત મંત્રાલયો, વિભાગો અને સત્તાવાળાઓ પાસેથી જરૂરી ગેરંટી સાથે યજમાન સહકાર કરાર (HCA) પર હસ્તાક્ષર કરવા અને બિડ સ્વીકારવામાં આવે તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્ટ-ઇન-એઇડ મંજૂર કરવાની પણ મંજૂરી આપી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના રમતવીરો ભાગ લેશે. અમદાવાદ એક આદર્શ યજમાન શહેર છે જે વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને જીવંત રમતગમત સંસ્કૃતિ પ્રદાન કરે છે. રમતગમત ઉપરાંત, ભારતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન પ્રવાસનને પ્રોત્સાહન આપવા, રોજગારી પેદા કરવા અને લાખો યુવા રમતવીરોને પ્રેરણા આપવા પર કાયમી અસર છોડશે. આવી વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત ઇવેન્ટ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવના જગાડશે.
Site Admin | ઓગસ્ટ 27, 2025 7:37 પી એમ(PM)
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની બોલી રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી- બિડ સ્વીકારાય તો ગુજરાત રાજ્યને અનુદાન મળશે.
